રાજ્યના ખેડૂતોને ગત બે વર્ષમાં વીજળી બિલમાં રાહત માટે 18 હજાર ચાર કરોડ રૂપિયાની સબસિડી અપાઈ છે. ગુજરાત વિધાનસભા ગૃહમાં ગઈકાલે ધારાસભ્યો દ્વારા પૂછાયેલા પ્રશ્નનો જવાબ આપતા ઊર્જા મંત્રી કનુ દેસાઈએ માહિતી આપતા જણાવ્યું, ગત બે દાયકામાં ખેડૂતોને 14 લાખ નવા ખેતીવાડી વીજ જોડાણ અપાતા હાલમાં ખેતીવાડી વીજ જોડાણની કુલ સંખ્યા 21 લાખથી વધુ થઈ છે. આ ઉપરાંત રાજ્યના ખેડૂતોને વીજદરના તફાવતની રકમ, ઇલેક્ટ્રિસિટી ડ્યૂટી તેમ જ ફ્યૂઅલ સરચાર્જ ભરપાઈ કરવામાંથી મુક્તિ અપાઈ છે.
ગત બે દાયકામાં ખેડૂતોના વીજદરમાં કોઈ જ વધારો ન કરાયો હોવાનું પણ શ્રી દેસાઈએ ઉમેર્યું હતું.
Site Admin | માર્ચ 4, 2025 9:59 એ એમ (AM)
રાજ્યના ખેડૂતોને ગત બે વર્ષમાં વીજળી બિલમાં રાહત માટે 18 હજાર ચાર કરોડ રૂપિયાની સબસિડી અપાઈ.