કમોસમી વરસાદથી અસરગ્રસ્ત થયેલા ખેડૂતો માટે સરકારે રાહત પેકેજ જાહેર કરતાં રાજ્યભરના ખેડૂતોએ સરકારના નિર્ણયને આવકાર્યો. છોટાઉદેપુરના સાંસદ જશુ રાઠવાએ સરકારનાં નિર્ણયને આવકારતા આભાર માન્યો છે.
બોટાદના ખેડૂતોએ આ પેકેજને રાહત સમાન ગણાવ્યું.
કચ્છના ખેડૂતો તથા દૂધ ઉત્પાદકો વતી સરહદ ડેરીના અધ્યક્ષ વલમજી હુંબલે સરકારનો આભાર માન્યો. જ્યારે બનાસકાંઠાના વાસણા-જગાણા તેમજ દાંતીવાડા તાલુકાના રાણોલ ગામના ખેડૂતોએ આ સહાયથી મોટું બળ મળશે તેવો વિશ્વાસ વ્યકત કર્યો. અરવલ્લીના ખેડૂતોએ સરકારનો આભાર માન્યો છે.
Site Admin | નવેમ્બર 8, 2025 7:15 પી એમ(PM)
રાજ્યના ખેડૂતોએ સરકારે જાહેર કરેલા રાહત પેકેજના નિર્ણયને આવકાર્યો.