જાન્યુઆરી 2, 2026 4:36 પી એમ(PM)

printer

રાજ્યના ખેડૂતોએ રવિ મોસમમાં ઘઉં, ચણા અને મકાઈ જેવા પાકનું વિક્રમી વાવેતર કર્યું.

રાજ્યના ખેડૂતોએ રવિ મોસમમાં ઘઉં, ચણા અને મકાઈ જેવા પાકનું વિક્રમી વાવેતર કર્યું છે. આ મોસમમાં સામાન્ય વાવેતરની સરખામણીએ અત્યાર સુધીમાં 96 ટકા એટલે કે, 44 લાખ 74 હજાર હૅક્ટરમાં વાવેતર સંપન્ન થયું છે. આ સાથે જ પ્રવર્તમાન મોસમમાં ચણાના વાવેતરમાં 13 ટકા અને બટેકાના વાવેતરમાં 18 ટકા વૃદ્ધિ નોંધાઈ છે.રવિ મોસમની આ વાવણી પ્રક્રિયા આ મહિનાના છેલ્લા સપ્તાહ સુધી યથાવત્ રહેશે. રાજ્યમાં થયેલા આ મબલખ વાવેતરને પગલે આગામી સમયમાં કૃષિ ઉત્પાદનમાં નોંધપાત્ર વૃદ્ધિ થવાની સંભાવના છે તેમ સત્તાવાર યાદીમાં જણાવાયું છે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.