રાજ્યના કેબિનેટ મંત્રી પ્રદ્યુમન વાજાએ આજે ગાંધીનગર સ્વર્ણિમ સંકુલ–૧ ખાતે સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ તેમજ શિક્ષણ વિભાગના કાર્યાલયમાં પદગ્રહણ કર્યું. કોડીનારના ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી શ્રી વાજાએ ભારતનું બંધારણ અને સરસ્વતી માતાજી તેમજ ડો.બાબાસાહેબ આંબેડકરના ચરણોમાં વંદન કરી વિધિવત રીતે પદગ્રહણ કર્યું હતું. તેમણે પૂર્વ મંત્રી સ્વર્ગસ્થ ફકીરભાઈ વાઘેલાના નિવાસસ્થાને તેમની છબીને માલ્યાર્પણ કરી શ્રદ્ધાંજલિ અર્પી ઉપરાંત વરિષ્ઠ આગેવાન રતિલાલ વર્માના નિવાસસ્થાને જઈ આશીર્વાદ લીધા.
Site Admin | ઓક્ટોબર 19, 2025 3:35 પી એમ(PM)
રાજ્યના કેબિનેટ મંત્રી પ્રદ્યુમન વાજાએ આજે ગાંધીનગર ખાતે સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ તેમજ શિક્ષણ વિભાગના કાર્યાલયમાં પદગ્રહણ કર્યું.
