ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

જુલાઇ 29, 2025 3:42 પી એમ(PM)

printer

રાજ્યના કેટલાક જિલ્લામાં આજે સામાન્ય વરસાદ થયાના અહેવાલ

રાજ્યના કેટલાક જિલ્લામાં આજે સામાન્ય વરસાદ થયાના અહેવાલ છે. અરવલ્લી જિલ્લાના વિવિધ વિસ્તારમાં આજે સવારે 10 વાગ્યા સુધી વાદળો છવાયેલા જોવા મળ્યા. ત્યારબાદ ધોધમાર વરસાદ વરસ્યો.
દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન ઉકાઈ બંધમાં સતત પાણીની આવક થતાં લઈ બંધની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. આજે પણ બંધના ઉપરવાસમાંથી સતત પાણી આવતા બંધની સપાટી 328 ફૂટને પાર પહોંચી ગઈ છે.
પંચમહાલમાં લાંબા વિરામ બાદ શનિવારની મધરાતથી વરસાદ થતાં તાપમાનમાં ઘટાડો થયો. જિલ્લામાં અત્યાર સુધી મોસમનો કુલ સરેરાશ 63 ટકાથી વધુ વરસાદ નોંધાયો છે. દરમિયાન સૌથી વધુ 950 મિલિમિટર વરસાદ જાંબુઘોડામાં થયો છે.
બીજી તરફ, ભાવનગરમાં સારા વરસાદથી ત્રણ લાખ 74 હજાર હૅક્ટરમાં ખરીફ પાકનું વાવેતર પૂર્ણ થયું છે. સૌથી વધુ કપાસ અને મગફળીનું વાવેતર થયાના અહેવાલ છે.
ઉપરવાસના સરહદી વિસ્તાર અને મધ્યપ્રદેશમાં ભારે વરસાદના પગલે છોટા ઉદેપુર જિલ્લાની સુકતા નદીમાં નદીમાં ધોડાપુર આવ્યું છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ

કોઈ પોસ્ટ મળી નથી.