રાજ્યના કેટલાક જિલ્લામાં આજે ભારે વરસાદ વરસ્યો. દરમિયાન રાજ્યમાં વરસાદની પરિસ્થિતિની માહિતી મેળવવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે સવારે રાજ્ય આપત્તિ નિયંત્રણ રૂમ – SEOC કેન્દ્રની મુલાકાત લીધી. તેમણે જિલ્લાના કલેક્ટરો સાથે ટેલીફોનિક વાતચીત કરી તેમને વરસાદી સ્થિતિ પર સતત નજર રાખવા અને સમગ્ર વહીવટી તંત્રને સતર્ક રહેવા જણાવ્યું.
અમદાવાદમાં હાલમાં વરસાદી માહોલ સર્જાયો છે. છેલ્લા 4 કલાકમાં સૌથી વધુ સાડા 8 ઇંચ વરસાદ દસક્રોઈ તાલુકામાં નોધાયો છે.
બીજી તરફ પાટણના નવ તાલુકામાં 7 ઇંચ સુધીનો વરસાદ વરસ્યો. મહેસાણા જિલ્લામાં 4 ઇંચથી વધુ વરસાદ નોંધાયો. ધરોઈ બંધ 81.13 ટકા ભરાતા બંધની સપાટી 616 ફૂટે પહોંચી છે. પંચમહાલમાં પણ ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છ.
Site Admin | જુલાઇ 27, 2025 4:36 પી એમ(PM)
રાજ્યના કેટલાક જિલ્લામાં આજે ભારે વરસાદ વરસ્યો.