રાજ્યના અમુક વિસ્તારોમાં હજુ ચાર દિવસ વાદળછાયું વાતાવરણ રહેવાની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરાઈ છે. રાજસ્થાન, મધ્યપ્રદેશમાં અપર એર સાઈક્લોનિક સરક્યુલેશન સિસ્ટમ સક્રીય છે. આ સિસ્ટમના સાથે પવનની દિશા બદલાઈ છે. જેને કારણે આગામી ચાર દિવસ અમદાવાદ શહેરમાં વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે. આ સાથે ચાર દિવસ શહેરમાં તાપમાનમાં મોટો ફેરફાર થવાની શક્યતા નહિંવત છે. તેમ છતાં ઠંડા પવન અને વાદળછાયા વાતાવરણને કારણે ગરમીથી રાહત મળશે.
Site Admin | ઓક્ટોબર 21, 2025 10:15 એ એમ (AM)
રાજ્યના કેટલાંક વિસ્તારોમાં વધુ ચાર દિવસ વાદળછાયું વાતાવરણ રહેવાની સંભાવના