ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

ડિસેમ્બર 26, 2024 3:24 પી એમ(PM) | હવામાન

printer

રાજ્યના કેટલક જિલ્લાઓમાં આજે હવામાનમાં પલટો આવતા વાતાવરણ વાદળછાયું થયું છે

રાજ્યના કેટલક જિલ્લાઓમાં આજે હવામાનમાં પલટો આવતા વાતાવરણ વાદળછાયું થયું છે. હવામાન વિભાગે આજે કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, નર્મદા તાપી ડાંગ ઉપરાંત સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથમાં છૂટ છવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે.
અમારા મહીસાગર જિલ્લાના પ્રતિનિધિ જણાવે છે કે આજે જિલ્લામાં સતત પાંચમા દિવસે વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. આ કારણે ખેતરમાં વાવેતર કરવામાં આવેલા પાકમાં જીવાત પડવાની સ્થિતિ અંગે ખેડૂતોની ચિંતા વધી છે.
અમારા ભાવનગર જિલ્લાના પ્રતિનિધિ જણાવે છે કે જિલ્લામાં ગાઢ ધુમ્મસના કારણે ઝીરો વીઝીબીલીટી થતાં પૂનાથી આવેલી ફ્લાઇટને ઉતરાણ કરવાની સમસ્યા થઇ હતી. ખાનગી એરલાઇન્સની ફ્લાઇટને હવામાં 5 વખત ચક્કર લગાવવા પડ્યા હતા.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ

કોઈ પોસ્ટ મળી નથી.