રાજ્યના કુલ 91 લાખ ઘરોને નળ જોડાણ આપવામાં આવ્યું છે. વિધાનસભામાં એક પ્રશ્નના જવાબમાં જળ સંપત્તિ મંત્રી કુંવરજી બાવળિયાએ જણાવ્યું છે કે, જ્યારે 2019થી ‘જલજીવન’ મિશન ‘નલ સે જલ’ યોજનાના અમલ પછી વર્ષ-2024 સુધીમાં 26 લાખ ઘરોમાં પણ નવા નળ જોડાણ અપાયા છે.
ઉલ્લેખનીય છે કે, ગ્રામીણ વિસ્તારોમાં નળ જોડાણ માટે કુલ ખર્ચના 10 ટકા લોકફાળા રૂપે એકત્ર કરવામાં આવતાં, પરંતુ ભૌગોલિક સ્થિતિને કારણે બાકી રહી ગયેલા, ખાસ કરીને આદિજાતિ વિસ્તારો માટે 10 ટકા લોકફાળો રાજ્ય સરકારે ભોગવી આ કામગીરી કરવામાં આવી છે.
Site Admin | સપ્ટેમ્બર 9, 2025 7:16 પી એમ(PM)
રાજ્યના કુલ 91 લાખ ઘરોને નળ જોડાણ આપવામાં આવ્યું – વિધાનસભામાં રાજ્ય સરકારનું નિવેદન