ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ઓગસ્ટ 28, 2024 7:14 પી એમ(PM) | પ્રેક્ટિસ

printer

રાજ્યના કરાર આધારિત તબીબોને આપવામાં આવતી ખાનગી પ્રેક્ટિસની છૂટ બંધ કરવાનો નિર્ણય કરાયો

રાજ્યના કરાર આધારિત તબીબોને આપવામાં આવતી ખાનગી પ્રેક્ટિસની છૂટ બંધ કરવાનો નિર્ણય કરાયો છે. ખાનગી પ્રેક્ટિસ વગર કરાર આધારિત સેવા આપતા તજજ્ઞ તબીબોના દર માસના વેતનમાં વધારો કરાયો છે.
પ્રતિ માસ વેતન વધારીને ૧ લાખ ૩૦ હજાર રૂપિયા આપવાનું સરકારી ઠરાવ દ્વારા નક્કી કરવામાં આવ્યું છે. અંદાજીત ૩૭ ટકા જેટલો વધારો કરવામાં આવ્યો છે.
સર્જરી સાથે સંકળાયેલા તજજ્ઞ તબીબોને પ્રતિ માસ મળતા વેતન ઉપરાંત મેજર અને માઇનોર સર્જરી માટે ૩૦૦ થી ૨૦૦૦ રૂપિયા સુધીની રકમ પ્રતિ સર્જરીએ આપવામાં આવશે. કરાર આધારિત એનેસ્થેટીસ્ટ તબીબોને પ્રતિ સર્જરી પ્રોત્સાહક રકમના ૫૦ ટકા આપવાનું પણ નક્કી કરવામાં આવ્યું છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ