એપ્રિલ 9, 2025 3:41 પી એમ(PM)

printer

રાજ્યના ઉચ્ચ અને ટૅક્નિકલ શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલે જીકાસ પૉર્ટલની સમીક્ષા બેઠકની સમીક્ષા કરી

રાજ્યના ઉચ્ચ અને ટૅક્નિકલ શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલે મહાવિદ્યાલયમાં પ્રવેશ માટે કોઈ પણ વિદ્યાર્થીને હાલાકી ન પડે તેનું વિશેષ ધ્યાન રાખવા સૂચના આપી છે. ગાંધીનગરમાં યોજાયેલી ગુજરાત કૉમન એડમિશન સર્વિસીઝ એટલે કે, જીકાસ પૉર્ટલની સમીક્ષા બેઠકમાં શ્રી પટેલે આ સૂચના આપી છે. બેઠક દરમિયાન તેમણે આ વર્ષે યોજાનારી પ્રવેશ પ્રક્રિયા તેમજ જીકાસ પૉર્ટલ માટેની પ્રવેશ સલાહકાર સમિતિની ભલામણોની પણ સમીક્ષા કરી હતી.
ઉલ્લેખનીય છે કે, જીકાસ પૉર્ટલ મારફતે પ્રવેશ કામગીરીને સરળ અને સઘન બનાવવા મહાવિદ્યાલય અને વિશ્વવિદ્યાલયને તાલીમ આપવામાં આવી છે.