ફેબ્રુવારી 7, 2025 2:59 પી એમ(PM) | આવકવેરા

printer

રાજ્યના આવકવેરા વિભાગે જામનગરના જાણીતા મીઠાના ઉત્પાદક દેવ સૉલ્ટ પર દરોડા પાડ્યા

રાજ્યના આવકવેરા વિભાગે જામનગરના જાણીતા મીઠાના ઉત્પાદક દેવ સૉલ્ટ પર દરોડા પાડ્યા હતા. જામનગરના અમારા પ્રતિનિધિ જગત રાવલ જણાવે છે કે, આવકવેરા વિભાગ દ્વારા જામનગર, અમદાવાદ અને માળિયામાં તપાસ ચાલી રહી છે. દરમિયાન જામનગર-દ્વારકા રાજમાર્ગ પર આવેલા હરિ નામના ફૂડ મૉલમાં તપાસ હાથ ધરાઈ છે. આવકવેરા વિભાગે કુલ 16 જગ્યા પર દરોડા પાડ્યા હોવાનું જણાયું છે.