રાજ્યના આંગણવાડી કાર્યકરને 24 હજાર 800 અને તેડાગરને 20 હજાર 300 રૂપિયાનું વેતન ચૂકવાશે. રાજ્યની વડી અદાલતે કરેલા નિર્દેશ અનુસાર એક એપ્રિલ, 2025થી શરૂ થતા નાણાકીય વર્ષથી એરિયર્સ સાથે ચૂકવણી કરવા જણાવાયું છે. આ ચૂકવણી સરકારે 6 મહિનામાં કરવાની રહેશે. વડી અદાલતમાં સિંગલ જજે વર્ષ 2024માં કરેલા હુકમ સામે સરકાર અપીલમાં ગઈ હતી. જેના પર ચુકાદો આપતાં વડી અદાલતે આંગણવાડી કાર્યકારોને મોટી રાહત આપી છે.બે ન્યાયાધીશની ખંડપીઠે આંગણવાડી કાર્યકરને 10 હજાર રૂપિયા ઉપરાંત લઘુત્તમ માસિક વેતન 14 હજાર 800 રૂપિયા સહિત કુલ 24 હજાર 800 રૂપિયા અને આંગણવાડી તેડાગરને પણ લઘુત્તમ વેતન 14 હજાર 800 રૂપિયા અને 5 હજાર 500 રૂપિયા એમ કુલ 20 હજાર 300 રૂપિયા ચૂકવવા રાજ્ય સરકારને હુકમ કર્યો છે.
Site Admin | ઓગસ્ટ 21, 2025 8:33 એ એમ (AM)
રાજ્યના આંગણવાડી કાર્યકરને 24 હજાર 800 અને તેડાગરને 20 હજાર 300 રૂપિયાનું વેતન ચૂકવવા વડી અદાલતનો રાજ્ય સરકારને આદેશ
