ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ઓક્ટોબર 22, 2024 7:15 પી એમ(PM)

printer

રાજ્યના અમુક જિલ્લાઓમાં આજે હળવો વરસાદ વરસ્યો

સુરેન્દ્રનગરના અમારાં પ્રતિનિધિ દિનેશ પરમાર જણાવે છે કે, શહેર જિલ્લાના વિવિધ જગ્યાએ હળવો વરસાદ નોંધાયો હતો. ચુડા તાલુકાના કોરડા ગામે એક મકાન ઉપર વીજળી પડતા 25 વર્ષના યુવાનનું મોત થયું હતું ગાજવીજ સાથે પડેલા વરસાદને કારણે અનેક વિસ્તારોમાં વીજપુરવઠો ખોરવાયો હતો. રાજ્યમાં તાજેતરમાં કમોસમી વરસાદે ખેતીના પાકને નુકશાન કર્યુંછે.  ડાંગથી અમારાં પ્રતિનિધિ મુનિરા શેખ જણાવે છે કે, જિલ્લામાં મુખ્યત્વે ચોમાસા દરમિયાન  ડાંગર, નાગલી, વરી, અડદ જેવા પાકો લેવામાં  આવે છે.  આહવા, વઘઈ,સુબીર સહિત 311 ગામોમાં પાછોતરા  વરસાદ પડવાના કારણે ડાંગરના પાકને ભારે નુકસાન થયું છે. જિલ્લામાં બપોરબાદથી મુશળધાર વરસાદ વરસી રહ્યો છે જેને  લઈ ડાંગરનો ઊભો મોલ  પડી જવાથી ખેડૂતોને નુકસાની થઈ છે.કચ્છના લખપત તાલુકાના વડા મથક, ભચાઉમાં અડધો ઇંચ વરસાદ નોંધાયો માંડવી અને મુંદ્રામાં પણ વરસાદ વરસ્યો હતો.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ