શિક્ષણ મંત્રી ડૉક્ટર કુબેર ડિંડોરે ગઈકાલે શ્રીહરિકોટા સ્થિત ઇસરોના સતીષ ધવન અવકાશ કેન્દ્રના પ્રવાસથી પરત આવેલા તાપીના વિદ્યાર્થીઓ સાથે મુલાકાત કરી. તાપી કે તારે પ્રૉજેક્ટ હેઠળ પ્રવાસે ગયેલા આદિવાસી સમુદાયના 28 બાળકો સાથે સંવાદ કરી શ્રી ડિંડોરે તેમના અનુભવ જાણ્યા.શ્રી ડિંડોરે આ પહેલને પ્રેરણાદાયી ગણાવતા કહ્યું, રાજ્યના અન્ય આદિજાતિ જિલ્લાઓમાં શૈક્ષણિક પ્રેરણા પ્રવાસના નવતર પ્રયોગનું અમલીકરણ કરાશે.
Site Admin | ઓગસ્ટ 14, 2025 9:34 એ એમ (AM)
રાજ્યના અન્ય આદિજાતિ જિલ્લાઓમાં પણ શૈક્ષણિક પ્રેરણા પ્રવાસનો નવતર પ્રયોગ કરાશે