જાન્યુઆરી 10, 2026 3:49 પી એમ(PM)

printer

રાજ્યના અનેક જિલ્લામાં ઠંડીનો પારો ગગડ્યો

રાજ્યના અનેક જિલ્લામાં ઠંડીનો પારો ગગડ્યો છે. ત્યારે હવામાન વિભાગે આગામી 24 કલાકમાં લઘુત્તમ તાપમાનમાં ફેરફાર થવાની શક્યતા નહીંવત્ હોવાની આગાહી કરી છે. વિભાગે જણાવ્યું કે, આગામી બે દિવસ બાદ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થવાથી ઠંડીમાં વધારો થઈ શકે છે.આ સાથે જ છ ડિગ્રી સૅલ્સિયસ તાપમાન સાથે કચ્છનું નલિયા સૌથી ઠંડું શહેર રહ્યું છે. જ્યારે અમરેલીમાં આઠ, કેશોદમાં નવ, ભુજ, કંડલા વિમાનમથક, રાજકોટ અને ડીસામાં 10-10 ડિગ્રી સૅલ્સિયસ તાપમાન નોંધાયું છે.ભાવનગરમાં પણ આ મોસમમાં પહેલી વાર લઘુત્તમ તાપમાન 13.4 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે. શહેરમાં હાલ પવનની ઝડપ 10 કિલોમીટર પ્રતિકલાકની થતા ઠંડીની તીવ્રતા વધી છે.