રાજ્યમાં ઠંડીનું જોર વધ્યું છે. તેવામાં હવામાન વિભાગે આગામી પાંચ દિવસ લઘુત્તમ તાપમાનમાં ફેરફાર થવાની શક્યતા નહીંવત્ હોવાનું જણાવ્યું છે. જોકે, ત્યારબાદ ઠંડીમાં ઘટાડો થઈ શકે છે.
સત્તાવાર યાદી મુજબ, ગત 24 કલાકમાં અનેક જિલ્લાના તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. સાત ડિગ્રી સેલ્સિયસ તાપમાન સાથે કચ્છનું નલિયા સૌથી ઠંડું શહેર રહ્યું છે. જ્યારે કંડલા વિમાનમથક પર નવ, કેશોદમાં 10, ભુજ, રાજકોટ, ડીસા અને ગાંધીનગરમાં 11-11 ડિગ્રી સૅલ્સિયસ તાપમાન નોંધાયું છે. આ સિવાયના જિલ્લા અને શહેરમાં લઘુત્તમ તાપમાન 11 ડિગ્રી સેલ્સિયસથી વધુનું રહ્યું છે.
Site Admin | જાન્યુઆરી 5, 2026 7:05 પી એમ(PM)
રાજ્યના અનેક જિલ્લામાં ઠંડીનો પારો ગગડ્યો