ઓગસ્ટ 7, 2025 7:51 પી એમ(PM)

printer

રાજ્યના અનુસૂચિત જાતિ અને વિકસતિ જાતિના 18 લાખથી વધુ લાભાર્થીઓને 393 કરોડ રૂપિયાથી વધુની સહાયનું વિતરણ

સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી ભાનુબેન બાબરીયાના હસ્તે ગાંધીનગરથી વર્ચ્યુઅલ માધ્યમથી અનુસૂચિત જાતિ અને વિકસતિ જાતિના 18 લાખથી વધુ લાભાર્થીઓને 393 કરોડ રૂપિયાથી વધુની સહાય અપાઈ.
આ પ્રસંગે સુશ્રી બાબરિયાએ કહ્યું, રાજ્યના તમામ નાગરિકોને યોજનાકીય લાભ આપવો એ સરકારનો સંકલ્‍પ છે. આજના ઇ-વિતરણ કાર્યક્રમ થકી પછાત વર્ગના વિદ્યાર્થીઓને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે તેમજ સમાજના જરૂરિયાતમંદ અને આર્થિક રીતે નબળા નાગરિકોને લાભ અપાશે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.