ડિસેમ્બર 24, 2025 3:01 પી એમ(PM)

printer

રાજ્યના અનુસૂચિત જાતિના 47 યુવાનોને ‘સૂબેદાર રામજી સકપાલ યોજના’ હેઠળ 75 દિવસની તાલીમ આપીને અગ્નિવીરની ભરતી માટે તૈયાર કરાયા.

રાજ્યના અનુસૂચિત જાતિના 47 યુવાનોને ‘સૂબેદાર રામજી સકપાલ યોજના’ હેઠળ 75 દિવસની તાલીમ આપીને અગ્નિવીરની ભરતી માટે તૈયાર કરાયા છે. સત્તાવાર યાદીમાં જણાવ્યા અનુસાર પરીક્ષાની પૂર્વ તૈયારી કરવા તાલીમની સાથે તેઓને બે હજાર 500 રૂપિયા ભથ્થું પણ ચૂકવાયું છે. આ યોજના હેઠળ સાડા 17 વર્ષથી 21 વર્ષ સુધીના યુવાનોની પસંદગી કરાય છે. યોજનાનો લાભ લેવા માટે ઓછામાં ઓછી શૈક્ષણિક લાયકાત ધોરણ 10માં 45 ટકા હોવા જરૂરી છે.