ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

એપ્રિલ 16, 2025 7:59 પી એમ(PM)

printer

રાજ્યના અનુસૂચિત જાતિના યુવાનોને 75 દિવસની તાલીમ આપીને અગ્નિવીર માટે તૈયાર કરાશે.

‘સૂબેદાર રામજી સકપાલ યોજના’ હેઠળ રાજ્યના અનુસૂચિત જાતિના યુવાનોને 75 દિવસની તાલીમ આપીને અગ્નિવીર માટે તૈયાર કરાશે. સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા આ વર્ષે 51 લાખ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે.
આ યોજના હેઠળ રક્ષા શક્તિ યુનિવર્સિટી દ્વારા અનુસૂચિત જાતિના પસંદગી પામેલા 150 તાલીમાર્થીઓને 75 દિવસ માટે તાલીમ અપાશે. આ ઉપરાંત દર મહિને એક હજાર રૂપિયા લેખે બે હજાર 500 રૂપિયાનું સ્ટાઈપેન્ડ પણ આપવામાં આવશે. આ યોજના માટે સાડા સત્તર વર્ષથી 21 વર્ષ સુધીના ધોરણ-10 પાસ યુવાનોની પસંદગી કરાશે. આ માટે અરજીની સંપૂર્ણ પ્રક્રિયા ઓનલાઈન રાખવામાં આવી છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ