જુલાઇ 28, 2025 7:17 પી એમ(PM)

printer

રાજ્યના અનુસુચિત જાતિના 665 લાભાર્થીને સાત કરોડ 32 લાખ રૂપિયાથી વધુનું ધિરાણ અપાશે

રાજ્યના અનુસુચિત જાતિના 665 લાભાર્થીને સાત કરોડ 32 લાખ રૂપિયાથી વધુનું ધિરાણ અપાશે. સત્તાવાર યાદીમાં જણાવ્યા અનુસાર સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી ભાનુબેન બાબરીયાએ અનુસૂચિત જાતિના સ્વરોજગારલક્ષી તેમજ થ્રી વ્હીલર યોજનાના લાભાર્થીઓની ગાંધીનગર ખાતેથી કોમ્પ્યુટરાઇઝ ડ્રો દ્વારા આજે પસંદગી કરી હતી. પસંદગી પામેલા લાભાર્થીઓને નજીવા દરે ધિરાણ અપાશે. કુલ 337 લાભાર્થીઓના લક્ષ્યાંક સામે આજે 665 પસંદગી કરવામાં આવી છે.