ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

માર્ચ 11, 2025 7:05 પી એમ(PM) | ધારાસભ્યો

printer

રાજ્યનાં 14 મહિલા ધારાસભ્યોને તેમના મતવિસ્તારમાં આ વર્ષો રોડ-રસ્તાના વિકાસ કામ માટે બે કરોડ રૂપિયાનું વધારાનું અનુદાન અપાશે

રાજ્યનાં 14 મહિલા ધારાસભ્યોને તેમના મતવિસ્તારમાં આ વર્ષો રોડ-રસ્તાના વિકાસ કામ માટે બે કરોડ રૂપિયાનું વધારાનું અનુદાન અપાશે. આ અનુદાનમાંથી 50 લાખ રૂપિયા ‘કેચ ધ રેઈન’ એટલે કે, વરસાદી પાણીના સંગ્રહ અભિયાનના કામ માટે ઉપયોગમાં લેવા મુખ્યમંત્રીએ અનુરોધ કર્યો હતો. ગુજરાત વિધાનસભામાં હાલમાં 14 મહિલાઓ ધારાસભ્ય તરીકે લોકોનું પ્રતિનિધિત્વ કરી રહ્યાં છે.
આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણીના ભાગરૂપે રાજ્ય સરકાર દ્વારા આ નિર્ણય કરાયો છે.