ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

ડિસેમ્બર 3, 2024 9:56 એ એમ (AM) | તાપમાન

printer

રાજ્યનાં સાત શહેરોમાં ગઈ કાલે લઘુતમ તાપમાનનો પારો 15 ડિગ્રીથી નીચે ગગડ્યો

રાજ્યનાં સાત શહેરોમાં ગઈ કાલે લઘુતમ તાપમાનનો પારો 15 ડિગ્રીથી નીચે ગગડ્યો હતો. સોમવારે રાત્રે 12 ડિગ્રી સેલ્સિયસ તાપમાન સાથે નલિયા સૌથી ઠંડુ શહેર રહ્યું હતું, જ્યારે સુરતમાં લઘુતમ તાપમાન 21.9 ડિગ્રી નોંધાયું હતું.
નલિયા ઉપરાંત, દાહોદ, રાજકોટ, ડીસા, પોરબંદર, વડોદરા, જામનગરમાં પણ સરેરાશ લઘુતમ તાપમાન 15 ડિગ્રીથી નીચે રહ્યું હતું.
અમદાવાદમાં 15.2 ડિગ્રી, ભુજમાં 15.8, ગાંધીનગરમાં 16.3, ડાંગમાં 17.1, ભાવનગરમાં 17.4, કંડલામાં 18.6 ડિગ્રી સેલ્સિયલ તાપમાન નોંધાયું હતું.
હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ બાદ રાજ્યમાં ઠંડી વધવાની શક્યતા વ્યક્ત કરી છે. અમદાવાદમાં સાત ડિસેમ્બર બાદ તાપમાન 14 ડિગ્રીથી નીચે રહેવાની સંભાવના છે.