ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

નવેમ્બર 12, 2024 6:54 પી એમ(PM)

printer

રાજ્યનાં મોટા ભાગનાં જિલ્લાઓના દિવસ અને રાત્રિનાં લઘુત્તમ તાપમાનમાં અડધા ડિગ્રી સુધીનો ઘટાડો

રાજ્યમાં દિવસે ગરમી અને સાંજ પડતા જ ઠંડકનો અનુભવ થઈ રહ્યો છે. આગામી પાંચ દિવસ આ સ્થિતિ યથાવત રહેશે એમ હવામાન વિભાગે આગાહી કરી છે.જોકે વિવિધ જિલ્લામાં દિવસ અને રાત્રિનાં તાપમાનમાં ઘટાડો નોંધાયો છે.હવામાન વિભાગના નિદેશક એ કે દાસના જણાવ્યા અનુસાર છેલ્લા 24 કલાક દરમિયાન અમદાવાદ સહિત વિવિધ જિલ્લાઓના લઘુત્તમ તાપમાનમાં અડધા ડિગ્રી સુધીનો ઘટાડો નોંધાયો છે પરંતુ હજુ પણ લઘુત્તમ અને મહત્તમ તાપમાન સામાન્ય કરતાં વધુ છે આ ઉપરાંત તાજેતરમાં જ વેસ્ટન ડિસ્ટર્બન્સ ગુજરાત પરથી પસાર થયું હોવાથી હવે લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં થોડા અંશે ઘટાડો આવી શકે છે જેથી ઠંડક નો અનુભવ થશે.છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યમાં સૌથી વધુ 37.8 ડિગ્રી સેલ્સિયસ મહત્તમ તાપમાન રાજકોટમાં નોંધાયું હતું, જ્યારે સૌથી ઓછું તાપમાન અમરેલીમાં 17.2 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.અમદાવાદ શહેરમાં છેલ્લાં 24 કલાક દરમિયાન 36.5 ડિગ્રી સેલ્સિયસ મહત્તમ તાપમાન નોંધાયું હતું,જે સામાન્ય કરતાં 2.5 ડિગ્રી સેલ્સિયસ વધુ છે. લઘુત્તમ તાપમાન પણ સામાન્ય કરતાં 2.3 ડિગ્રી સેલ્સિયસ વધીને 20 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ

કોઈ પોસ્ટ મળી નથી.