ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

નવેમ્બર 24, 2024 8:13 એ એમ (AM) | લઘુતમ તાપમાન

printer

રાજ્યનાં મોટાં ભાગનાં શહેરોનાં લઘુતમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી જેટલો ઘટાડો નોંધાયો હતો.

ઉત્તર ભારતમાં પડી રહેલાં સુકા ઠંડા પવનોને કારણે સમગ્ર રાજ્યમાં મોડી રાતથી પરોઢ સુધી ભારે ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. શનિવારે મોસમમાં પ્રથમ વાર નલિયામાં 12.2 ડિગ્રી સેલ્સિયલ લઘુતમ તાપમાન નોંધાયું હતું.
રાજ્યનાં મોટાં ભાગનાં શહેરોનાં લઘુતમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી જેટલો ઘટાડો નોંધાયો હતો. છેલ્લાં 24 કલાકમાં ડિસામાં 14.1, કંડલામાં 12.2, પોરબંદરમાં 14.5, ભાવનગરમાં 16.9, કેશોદ અને સુરેન્દ્રનગરમાં 16 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું.
અમદાવાદ અને ગાંધીનગરમાં 16 ડિગ્રી તાપમાન રહ્યું હતું.
જો કે બપોરે તાપમાનનો પારો 30 ડિગ્રીથી ઉપર રહેતો હોવાથી દિવસે ગરમી અનુભવાઈ રહી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી 24 કલાકમાં અમદાવાદમાં લઘુતમ તાપમાન 15 ડિગ્રીથી નીચે જવાની શક્યતા છે

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ

કોઈ પોસ્ટ મળી નથી.