મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગઈકાલે ગાંધીનગર ખાતે ઉચ્ચસ્તરીય બેઠકમાં રાજ્યમાં માર્ગ-પુલ-ધોરીમાર્ગોની સ્થિતિની સમીક્ષા કરી. આ બેઠકમાં શ્રી પટેલે વરસાદ ન હોય અથવા તો ઓછો વરસાદ હોય તેવા દિવસે પણ કામગીરી ચાલુ રહે તે માટે તાકીદ કરી હતી.બેઠક દરમિયાન મુખ્યમંત્રી સમક્ષ ધોરીમાર્ગની સ્થિતિ અંગે રાષ્ટ્રીય ધોરીમાર્ગ સત્તામંડળ-NHAIના અધિકારીઓએ કહ્યું કે, આ વર્ષે ચોમાસા દરમિયાન રાષ્ટ્રીય ધોરીમાર્ગને જે 83 કિલોમીટરમાં નુકસાન થયું છે તેમાંથી 58 કિલોમીટરમાં સમારકામ પૂર્ણ થયું છે અને બાકીના 25 કિલોમીટરનું કામ ત્વરાએ પૂર્ણ કરી દેવાશે.
Site Admin | જુલાઇ 8, 2025 8:50 એ એમ (AM)
રાજ્યનાં નુકસાનગ્રસ્ત માર્ગોનું તાત્કાલિક ધોરણે સમારકામ કરવા મુખ્યમંત્રીની સૂચના