જાન્યુઆરી 7, 2025 9:41 એ એમ (AM) | જીએસટી

printer

રાજ્યનાં ચીજ વસ્તુ સેવા કર-જીએસટી વિભાગે પાન મસાલા અને તમાકુના ડીલરો પર કાર્યવાહી કરતાં 9 કરોડ 22 લાખ રૂપિયાની કરચોરી મળી આવી

રાજ્યનાં ચીજ વસ્તુ સેવા કર-જીએસટી વિભાગે પાન મસાલા અને તમાકુના ડીલરો પર કાર્યવાહી કરતાં 9 કરોડ 22 લાખ રૂપિયાની કરચોરી મળી આવી છે.
ચોક્કસ ગુપ્તચર માહિતી અને દેખરેખને આધારે GST વિભાગે 2 જાન્યુઆરીનાં રોજ અમદાવાદમાં ચાંગોદર અને S. G. હાઇવે સહિત 10 સ્થળોએ તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન રોકડવ્યવહારો દ્વારા બિનહિસાબી વેચાણ, બિનહિસાબી સ્ટોક અને નહીં નોંધાયેલા ડીલર જેવી ઘણી ગેરરીતિઓ શોધી કાઢવામાં આવી હતી.
નોંધાયેલા કરદાતાઓ અને બિન નોંધાયેલ ડીલરોને ત્યાંથી લગભગ નવ કરોડ 22 લાખ રૂપિયાની કરચોરી મળી આવી હતી. આ કરચોરીની રકમ કસુરદારો દ્વારા સ્વીકારીને ચૂકવવામાં આવી છે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.