નવેમ્બર 28, 2025 7:54 પી એમ(PM)

printer

રાજ્યનાં ખેલાડી કાજલ વાજાએ હરિયાણામાં રાષ્ટ્રીય શાળા સ્તરની દોડ સ્પર્ધામાં કાંસ્ય ચંદ્રક જીત્યો

રાજ્યનાં ખેલાડી કાજલ વાજાએ રાષ્ટ્રીય શાળાસ્તરની સ્પર્ધામાં કાંસ્ય ચંદ્રક જીત્યો છે. ગુજરાત રમતગમત સત્તામંડળ દ્વારા જણાવ્યા મુજબ, હરિયાણાના ભિવાનીમાં યોજાયેલી 69-મી રાષ્ટ્રીય શાળાસ્તરની રમત સ્પર્ધામાં 19 વર્ષથી ઓછી વયની ઍથ્લેટિક્સ સ્પર્ધામાં તેમણે આ સિદ્ધિ મેળવી. કાજલ વાજાએ 100 મીટર દોડમાં 12 પૂર્ણાંક 191 સૅકન્ડના પ્રદર્શન સાથે કાંસ્ય ચંદ્રક જીત્યો છે. નડિયાદ રાજ્ય ખેલકૂદ અકાદમીનાં તાલિમાર્થી અને જિલ્લા સ્તરની રમતગમત સંકુલ – DLSS સોમનાથનાં ભૂતપૂર્વ તાલિમાર્થી કાજલ વાજાએ નડિયાદ સહિત સમગ્ર રાજ્યનું નામ રોશન કર્યું છે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.