રાજ્યનાં ખેડૂતો આવતીકાલથી 31 ઓક્ટોબર સુધી મગફળી, અડદ અને સોયાબીનનાં ટેકાના ભાવે વેચાણ માટે નોંધણી કરાવી શકશે. આ પાકોનું વિપુલ પ્રમાણમાં ઉત્પાદન થયું હોવાથી લાભ પાંચમના પછીના દિવસથી રાજ્ય સરકાર ખેડૂતો પાસેથી ખરીદી શરૂ કરશે, જે 90 દિવસ સુધી ચાલશે. ખેડૂતોએ નાફેડના ઇ સમૃધ્ધિ પોર્ટલ પર રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. 150 થી વધુ કેન્દ્રો પર નાફેડના માધ્યમથી ખરીદી કરવામાં આવશે.
Site Admin | સપ્ટેમ્બર 30, 2024 3:27 પી એમ(PM)
રાજ્યનાં ખેડૂતો આવતીકાલથી 31 ઓક્ટોબર સુધી મગફળી, અડદ અને સોયાબીનનાં ટેકાના ભાવે વેચાણ માટે નોંધણી કરાવી શકશે