ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

ડિસેમ્બર 3, 2024 9:45 એ એમ (AM) | કર વિભાગ

printer

રાજ્યનાં કર વિભાગને નવેમ્બર મહિનામાં 6 હજાર 657 કરોડ રૂપિયાની આવક થઈ

રાજ્યનાં કર વિભાગને નવેમ્બર મહિનામાં 6 હજાર 657 કરોડ રૂપિયાની આવક થઈ છે, જે નવેમ્બર 2023ની સરખામણીમાં 27 ટકા વધુ છે. જીએસટીનાં અમલીકરણ બાદ આ બીજા ક્રમની સૌથી વધુ માસિક કર આવક છે એમ મુખ્ય રાજ્ય કર કમિશનરની કચેરીએ જણાવ્યું છે.
નવેમ્બર મહિનામાં રાજ્ય સરકારને વેટ પેટે બે હજાર 810 કરોડ રૂપિયા, વિદ્યુત શુલ્ક પેટે 993 કરોડ રૂપિયા અને વ્યવસાય વેરા પેટે 13 કરોડ રૂપિયાની આવક થઈ છે. આમ સરકારને તમામ વેરા પેટે 10 હજાર 473 કરોડ રૂપિયાની આવક થઈ છે.