ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

જાન્યુઆરી 9, 2025 9:37 એ એમ (AM)

printer

રાજ્યનાં અનેક શહેરોમાં ગઈ કાલે લઘુતમ તાપમાનમાં ત્રણથી ચાર ડિગ્રીનો ઘટાડો થયો હતો

ઉત્તર ભારતમાં બરફવર્ષા અને ઠંડા પવનોની અસર ગુજરાતમાં વર્તાઇ રહી છે. રાજ્યનાં અનેક શહેરોમાં ગઈ કાલે લઘુતમ તાપમાનમાં ત્રણથી ચાર ડિગ્રીનો ઘટાડો થયો હતો.
ઉત્તર અને ઉત્તર પૂર્વ દિશા તરફથી 10 થી 14 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનનો ફૂંકાઈ રહ્યા છે જેને કારણે ઠંડા પવનો થી વધુ માત્રામાં ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાક દરમિયાન ગુજરાત રાજ્યમાં આ સિઝનનું સૌથી ઓછું લઘુત્તમ તાપમાન નલિયામાં નોંધાયું હતું. ભુજમાં 9.2 ડિગ્રી અને ડીસા ખાતે 8.8 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન નોંધાયું હતું.
અમારા ભાવનગર જિલ્લાના પ્રતિનિધી જણાવે છે કે, ભાવનગર શહેરમાં લઘુતમ તાપમાન એક ડિગ્રી ઘટીને 12.6 ડિગ્રી નોંધાયું હતું. વાતાવરણમાં ભેજનું પ્રમાણ 37% રહ્યું હતું જ્યારે પવનની ઝડપ 14 કિ.મી. પ્રતિ કલાકની રહી હતી.
હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે હજુ 24 કલાક ઠંડીનો ચમકારો અનુભવાશે ત્યારબાદ લઘુત્તમ તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રી સેલ્સિયસનો વધારો થઈ શકે છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ

કોઈ પોસ્ટ મળી નથી.