ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

રાજ્યકક્ષાનો સ્વાતંત્ર્ય સમારોહ ખેડા જિલ્લાના નડિયાદ ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના વડપણ હેઠળ યોજાયો

રાજ્યકક્ષાનો સ્વાતંત્ર્ય સમારોહ ખેડા જિલ્લાના નડિયાદ ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના વડપણ હેઠળ યોજાયો. SRP ગ્રાઉન્ડ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં મુખ્યમંત્રીએ રાષ્ટ્રધ્વજ ફરકાવીને સલામી આપી હતી. મુખ્યમંત્રીએ આ પ્રસંગે સંબોધન કરતા મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલના બલિદાનને યાદ કર્યા. વધુમાં તેમણે વિકસિત ભારત 2047ના વિકાસમાં યોગદાન આપતું ગુજરાત મહત્વનું રાજ્ય બની રહેશે તેમ પણ જણાવ્યું…
મુખ્યમંત્રીશ્રીએ રાજ્યમાં પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજનાને લઈને મહત્વની જાહેરાત કરતા આ મુજબ જણાવ્યું…
(બાઇટ- સીએમ- ગરીબ કલ્યાણ)
મુખ્યમંત્રીએ જણાવ્યું કે, સુગમતા, સરળતા, સંપર્ક, સમર્પણ, સહભાગીતા, સશક્તિકરણ અને સુરક્ષા – એમ સુશાસનના સાત સપ્તર્ષી સંકલ્પોથી વિકસીત ગુજરાતે વિકસીત ભારત બનાવવામાં યોગદાન આપવું છે.
વધુમાં તેમણે રાજ્યમાં માર્ગ વિસ્તૃતિકરણ અને મજબૂતીકરણ માટે પાંચ હજાર કરોડ રૂપિયાની ફાળવણીની જાહેરાત કરી.
આ કાર્યક્રમમાં જિલ્લા સાંસદ સહિત સ્થાનિક ધારાસભ્યો, નેતાઓ, અધિકારીઓ તેમજ હજારોની સંખ્યામાં નાગરિકો જોડાયા હતા. જિલ્લી વહીવટીતંત્ર દ્વારા આ પ્રસંગે સાંસ્કૃતિક કાર્યક્રમ અને પોલીસ વિભાગ દ્વારા રાઇફલ ડ્રીલ,મરીન કમાન્ડો ડેમો, મોટર સાઇકલ સ્ટંટ શૉ,ડોગ શૉ અને હોર્સ શો જેવા કાર્યક્રમ યોજાયા હતા.