ડિસેમ્બર 30, 2025 2:48 પી એમ(PM)

printer

રાજ્યકક્ષાની ૬ઠ્ઠી ચોટીલા આરોહણ-અવરોહણ સ્પર્ધા’ યોજાઈ.

રાજ્યકક્ષાની ૬ઠ્ઠી ચોટીલા આરોહણ-અવરોહણ સ્પર્ધા’ યોજાઈ. જેમાં સમગ્ર રાજયમાથી ૧૪ થી ૧૮ વર્ષના કુલ ૩૩૭ જેટલા જુનિયર સ્પર્ધકોએ ભાગ લીધો હતો, જેમાં ૨૩૩ યુવકો અને ૧૦૪ યુવતીઓએ શક્તિ અને સ્ફૂર્તિનું અદભૂત પ્રદર્શન કર્યું હતું.
ભાઈઓમાં ૭.૦૪ મિનિટના નવા રેકોર્ડ સાથે સાહિલ પંચાળા પ્રથમ, ૭.૦૯ મિનિટ સાથે મેહુલ ગળસર દ્વિતીય અને ૭.૨૮ મિનિટ સાથે અજય રાવત તૃતીય ક્રમે રહ્યા હતા.
જ્યારે બહેનોમાં ૮.૨૩ મિનિટના રેકોર્ડ સાથે અસ્મિતા કટેશીયા પ્રથમ, ૯.૪૦ મિનિટ સાથે રસીલા જાંબુકિયા દ્વિતીય અને ૯.૪૫ મિનિટ સાથે શ્રેયા ભવનીયા તૃતીય ક્રમે વિજેતા થયા હતા.
સ્પર્ધામાં પ્રથમ નંબરે વિજેતા ખેલાડીને ૨૫ હજાર રૂપિયા, દ્વિતિયને ૨૦,હજાર રૂપિયા તેમજ તૃતિયને ૧૫,હજાર રૂપિયા સહિત 3 લાખ રુપિયાથી વધુના રોકડ ઈનામો, પ્રમાણપત્ર અને ટ્રોફી એનાયત કરી સ્પર્ધકોને પ્રોત્સાહીત કરવામાં આવ્યા હતા.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.