રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્માએ કહ્યું, રાજ્યકક્ષાના ડેટા સેન્ટરના નિર્માણ બાદ લોકોને માત્ર એક ક્લિકથી પોતાના મહેસૂલી દસ્તાવેજોની નકલ મળી શકશે. ગુજરાત વિધાનસભાના આજે આ અંગે પૂછાયેલા પ્રશ્નનો જવાબ આપતા શ્રી વિશ્વકર્માએ કહ્યું, સાત—12ના ઉતારા, નકશા, માપણી જેવા મહેસૂલ વિભાગ હસ્તકના જમીન દફતર ખાતાના અને મહેસૂલી કચેરીઓ હસ્તકના તમામ દસ્તાવેજનું ડિજિટાઇઝેશન કરાયું છે.
ગાંધીનગરના સેકટર-14માં રાજ્યકક્ષાના ડેટા સ્ટૉરેજ સૅન્ટરમાં જાળવણી માટે કૉમ્પેક્ટરની સુવિધાવાળા વિશાળ રૅકર્ડ રૂમ, સભાખંડ, તાલીમ કક્ષ અને સંગ્રહાલય સહિત કુલ સાત માળનું બે લાખ 44 હજાર 725 ચોરસ ફૂટનું બાંધકામ કરાશે તેમ પણ શ્રી વિશ્વકર્માએ ઉમેર્યું.
Site Admin | સપ્ટેમ્બર 8, 2025 3:36 પી એમ(PM)
રાજ્યકક્ષાના ડેટા સેન્ટરના નિર્માણ બાદ લોકોને માત્ર એક ક્લિકથી પોતાના મહેસૂલી દસ્તાવેજોની નકલ મળી શકશે.
