રાજસ્થાન-મધ્યપ્રદેશમાં કફસિરપથી બાળકોના મોતની ઘટના બાદ રાજ્ય સરકાર રાજ્યની 529 જેટલી કંપનીઓ સામે કડક તપાસના આદેશ અપાયા હોવાનું આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું.બાળકોને કફ સિરપ કઈ રીતે આપવામાં જેને કારણે તેને કોઇ નુકસાન ન થાય તે માટે વિચાર વિમર્શ થઇ રહ્યો હોવાનું પણ આરોગ્ય મંત્રીએ જણાવ્યું હતું.રાજયમાં અપાયેલા તપાસના આ આદેશનો હેતુ ગુજરાતમાં વેચાતા કફ સિરપની ગુણવત્તા અને સલામતી ચકાસવાનો હોવાનો પણ તેમણે ઉલ્લેખ કર્યો હતો.
Site Admin | ઓક્ટોબર 7, 2025 9:44 એ એમ (AM)
રાજસ્થાન-મધ્યપ્રદેશમાં કફ સિરપથી બાળકોના મોતની ઘટના બાદ રાજ્યની 529 જેટલી કંપનીઓ સામે કડક તપાસના આદેશ
