ભારતીય હવામાન વિભાગે આવતીકાલ સુધી પૂર્વ રાજસ્થાન અને ગુજરાતમાં અલગ અલગ જગ્યાએ ભારેથી અતિ ભારે વરસાદ માટે રેડ એલર્ટ જારી કર્યું છે.આજે રાજસ્થાન, કોંકણ, ગોવા અને મધ્ય મહારાષ્ટ્રના બાકીના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. હવામાન વિભાગે આગામી બે દિવસ માટે અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરા, તમિલનાડુ, પુડુચેરી, કરાઈકલ, ઉત્તરાખંડ અને મધ્યપ્રદેશમાં અલગ અલગ સ્થળોએ ભારે વરસાદની આગાહી કરી છે.જમ્મુ, કાશ્મીર, લદ્દાખ, મુઝફ્ફરાબાદ, બિહાર, હિમાચલ પ્રદેશ અને તેલંગાણામાં ભારે પવન અને વીજળી સાથે વાવાઝોડાની આગાહી છે. આંદામાન અને નિકોબાર ટાપુઓ, ઝારખંડ, મરાઠવાડા, તમિલનાડુ પુડુચેરી અને કરાઈકલમાં પણ આવી જ સ્થિતિ રહેવાની શક્યતા છે.દિલ્હી-NCRમાં આજે વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા સાથે ગાજવીજ સાથે વરસાદ પડવાની શક્યતા છે.
Site Admin | સપ્ટેમ્બર 6, 2025 8:39 એ એમ (AM)
રાજસ્થાન, કોંકણ, ગોવા અને મધ્ય મહારાષ્ટ્રના બાકીના ભાગોમાં આજે ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા