માર્ચ 6, 2025 2:15 પી એમ(PM)

printer

રાજસ્થાન અને પંજાબમાં થયેલા અકસ્માતમાં નવ લોકોના મોત

રાજસ્થાન અને પંજાબમાં અલગ અલગ અકસ્માતમાં નવ લોકોના મોત નિપજ્યા છે.
આજે સવારે સિરોહી જિલ્લાના આબુ રોડ સદર પોલીસ સ્ટેશન વિસ્તારમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ 27 પર કિવરલી નજીક એક માર્ગ અકસ્માતમાં જાલોરના એક પરિવારના છ સભ્યોના મોત થયા. એક મહિલાને ગંભીર ઈજાઓ થઈ હતી અને તેમને સિરોહીની હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે. અમદાવાદથી જાલોર જતી એક કાર અને ટ્રેલર વચ્ચે અકસ્માત થયો હતો.
અન્ય એક ઘટનામાં પંજાબમાં, ગઈકાલે મોડી રાત્રે બટાલામાં બે કાર અને ટ્રેક્ટર-ટ્રોલી વચ્ચે થયેલા માર્ગ અકસ્માતમાં ત્રણ લોકોના મોત થયા છે અને પાંચ લોકો ઇજાગ્રસ્ત થયા છે. મૃત્યુ પામેલાઓમાં એક ટ્રેક્ટર ડ્રાઈવર અને બે મુસાફરોનો સમાવેશ થાય છે.