રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ, ઉપરાષ્ટ્રપતિ સી. પી. રાધાકૃષ્ણન અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જયપુર દુર્ઘટના અંગે શોક વ્યક્ત કર્યો. સોશિયલ મીડિયા સંદેશમાં રાષ્ટ્રપતિએ આ હૃદયદ્રાવક ઘટનામાં પોતાના સ્વજનોને ગુમાવનારા પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી. તેમણે ઈજાગ્રસ્તો ઝડપથી સાજા થાય તે માટે પ્રાર્થના પણ કરી છે.
ઉપરાષ્ટ્રપતિ રાધાકૃષ્ણને દુર્ઘટનાને દુઃખદ ગણાવતા આવા વિકટ સમયે અસરગ્રસ્ત લોકો અને તેમના પરિવાર પ્રત્યે તેમની સંવેદના વ્યક્ત કરી.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દરેક મૃતકના પરિવારજનોને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ભંડોળમાંથી બે-બે લાખ રૂપિયા અને ઇજાગ્રસ્તોને 50-50 હજાર રૂપિયા સહાયની રકમ આપવાની જાહેરાત કરી છે. શ્રી મોદીએ ઈજાગ્રસ્તો ઝડપથી સાજા થાય તેવી પ્રાર્થના પણ કરી.
Site Admin | નવેમ્બર 3, 2025 8:07 પી એમ(PM)
રાજસ્થાનમાં ટ્રકની ટક્કરથી થયેલા અકસ્માતમાં 13ના મોત – રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, અને પ્રધાનમંત્રીએ શોક વ્યક્ત કર્યો