રાજસ્થાનના સિકરમાં થયેલા માર્ગ અકસ્માતમાં વલસાડના ફલધરા ગામના પોલીસ કર્મીનુ મોત થયું છે. સિકરમાં બસ અને ટ્રક વચ્ચેના અકસ્માતમાં કુલ ચાર લોકોના મોત થયા છે. અમારા પ્રતિનિધિ નવીન પટેલ જણાવે છે વલસાડ જિલ્લાના 50 જેટલા લોકો ખાનગી બસમાં રાજસ્થાનના બિકાનેરથી ખાટુશ્યામ જઈ રહ્યા હતા.તે દરમિયાન સિકર પાસે અકસ્માત થયો હતો. આ બસમાં ફલધરા ગામના 18 વ્યક્તિઓ પણ સવાર હતા, જેમાં બસ ચાલક અને તેની સાથે આગળ બેસીને રસ્તો બતાવતા પોલીસકર્મીનું પણ મોત થયું છે. જ્યારે અન્ય બે મૃતકની હજુ ઓળખ થઇ નથી. 15 ઘાયલોને હોસ્પિટલ ખસેડાયા છે.
Site Admin | ડિસેમ્બર 10, 2025 2:39 પી એમ(PM)
રાજસ્થાનના સિકરમાં થયેલા માર્ગ અકસ્માતમાં વલસાડના ફલધરા ગામના પોલીસ કર્મીનુ મોત