રાજસ્થાનમાં, ઝાલાવાડ જિલ્લાના મનોહર થાણા વિધાનસભા ક્ષેત્રના પિપલોડી ગામમાં એક શાળાની ઇમારત ધરાશાયી થતાં પાંચ વિદ્યાર્થીઓના મોત થયા અને 20થી વધુ ઘાયલ થયા.. ઘટના બાદ, ગ્રામજનોએ તાત્કાલિક રાહત અને બચાવ કામગીરી શરૂ કરી અને ઘાયલ બાળકોને હોસ્પિટલમાં દાખલ કર્યા.
ઝાલાવાડના પોલીસ અધિક્ષક અમિતકુમારે આકાશવાણીને જણાવ્યું કે, ગંભીર રીતે ઘાયલ 10 બાળકોને સારવાર માટે ઝાલાવાડ મેડિકલ કોલેજમાં રિફર કરવામાં આવ્યા છે. પ્રધાનમંત્રીએ આ ઘટનાને લઈને શોક વ્યક્ત કર્યો હતો.
મુખ્યમંત્રી ભજન લાલ શર્માએ આ ઘટના પર દુ:ખ વ્યક્ત કરતાં કહ્યું કે ઘાયલ બાળકોની યોગ્ય સારવાર માટે સૂચનાઓ આપવામાં આવી છે. શિક્ષણ મંત્રી મદન દિલાવરે આ ઘટનાને દુઃખદ ગણાવી. તેમણે કહ્યું કે ઘટનાની ઉચ્ચ સ્તરીય તપાસ કરવામાં આવશે.
Site Admin | જુલાઇ 25, 2025 2:00 પી એમ(PM)
રાજસ્થાનના પિપલોડી ગામમાં શાળાની ઇમારત ધરાશાયી થતાં પાંચ વિદ્યાર્થીઓના મોત અને 20 થી વધુ ઘાયલ.
