રાજસ્થાનના જોધપુર–બાલેસર ધોરીમાર્ગ પર ટેમ્પો અને ટ્રક વચ્ચે અકસ્માત થતાં ગુજરાતનાં 6 શ્રદ્ધાળુઓનાં મોત થયાના અહેવાલ છે. બનાસકાંઠા અને ધનસુરાથી ટેમ્પોમાં આશરે 20 જેટલા શ્રદ્ધાળુઓ રામદેવરા દર્શન કરવા જઈ રહ્યા હતા તે દરમિયાન રાજસ્થાનના ખારી બેરી ગામ નજીક ટેમ્પો અનાજથી ભરેલા ટ્રક સાથે અથડાતાં અકસ્માત થયો જેમાં ત્રણ મહિલાઓના ઘટનાસ્થળે જ જ્યારે અન્ય ત્રણ લોકોનાં સારવાર દરમિયાન મોત થયા હતા. ઘટનામાં 14 લોકોને ઇજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા. ઘટના અંગે પોલીસ વધુ તપાસ હાથ ધરી છે.
Site Admin | નવેમ્બર 16, 2025 7:16 પી એમ(PM)
રાજસ્થાનના જોધપુર–બાલેસર ધોરીમાર્ગ પર ટેમ્પો અને ટ્રક વચ્ચે અકસ્માત થતાં ગુજરાતનાં 6 શ્રદ્ધાળુઓનાં મોત