રાજસ્થાનના જેસલમેર નજીક ગઈકાલે એક એસી સ્લીપર બસમાં આગ લાગતાં વીસ લોકોના મોત થયા હતા અને 15 લોકો ઘાયલ થયા હતા. આ ઘટના જેસલમેર-જોધપુર હાઇવે પર બપોરે 3:30 વાગ્યાની આસપાસ બની હતી. પોખરણના ધારાસભ્ય પ્રતાપ પુરીએ મીડિયાને જણાવ્યું કે શોર્ટ સર્કિટને કારણે આ અકસ્માત થયો હોવાનું માનવામાં આવે છે.અકસ્માત સમયે બસમાં 50થી વધુ લોકો સવાર હતા. ઘાયલોને જોધપુરની મહાત્મા ગાંધી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જેસલમેર જિલ્લા કલેક્ટર પ્રતાપ સિંહે ગુમ થયેલા મુસાફરોના પરિવારજનોને જિલ્લા વહીવટીતંત્રનો સંપર્ક કરવા જણાવ્યું છે.મુખ્યમંત્રી ભજન લાલ શર્માએ ગઈકાલે સાંજે અકસ્માત સ્થળની મુલાકાત લીધી હતી અને બાદમાં જોધપુર હોસ્પિટલમાં ઘાયલોને મળ્યા હતા.
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ અકસ્માત પર શોક વ્યક્ત કર્યો હતો અને શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરી હતી.પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ આ દુર્ઘટના પર ઊંડો શોક વ્યક્ત કર્યો હતો અને ઘાયલોને ઝડપથી સ્વસ્થ થવાની કામના કરી હતી. કેન્દ્ર સરકારે મૃતકોના પરિવારજનો માટે પ્રત્યેકને બે લાખ રૂપિયા અને ઘાયલોને પ્રત્યેકને 50 હજાર રૂપિયાની સહાયની જાહેરાત કરી છે.
Site Admin | ઓક્ટોબર 15, 2025 7:50 એ એમ (AM)
રાજસ્થાનના જેસલમેર નજીક એક એસી સ્લીપર બસમાં આગ લાગતાં વીસ લોકોના મોત – 15 ઘાયલ
