ડિસેમ્બર 10, 2025 10:06 એ એમ (AM)

printer

રાજસ્થાનના જયપુરમાં આજે પ્રવાસી રાજસ્થાની દિવસનું આયોજન

રાજસ્થાનના જયપુરમાં આજે પ્રવાસી રાજસ્થાની દિવસનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં ભારત અને વિદેશના બિનનિવાસી રાજસ્થાનીઓ ભાગ લેશે.આ કાર્યક્રમ માટે 8 હજાર 700 થી વધુ સહભાગીઓએ નોંધણી કરાવી છે. આ કાર્યક્રમ દરમિયાન 1 લાખ કરોડથી વધુના રોકાણ પ્રસ્તાવો પર હસ્તાક્ષર કરવામાં આવશે. રાજસ્થાનમાં ઔદ્યોગિક અને રોકાણની સંભાવના અને ઉભરતી તકો પર પણ ચર્ચાઓ કરવામાં આવશે.