આજે મતદારા સુધારણા અભિયાન અંતર્ગત ગણતરી ફોર્મ ભરવાના છેલ્લો દિવસ છે. રાજયમાં મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ હેઠળ ગણતરીના તબક્કાની 99.99 ટકા કામગીરી પૂર્ણ થઈ છે. જ્યારે 27 જિલ્લાએ 100 ટકા કામગીરી પૂર્ણ કરી છે. ગણતરીના તબક્કાના છેલ્લા ચરણમાં 18 લાખથી વધુ અવસાન પામેલ મતદારો જ્યારે 10.26 લાખથી વધુ મતદારો તેમના સરનામે ગેરહાજર જોવા મળ્યા. સાથે 40.44 લાખથી વધુ મતદારો કાયમી સ્થળાંતરિત થઈ ચૂક્યા હોવાનું ધ્યાને આવ્યું છે.દરમ્યાન અમદાવાદ જિલ્લામાં 99.93 ટકા મતદારોના ફોર્મની ડિજિટાઇઝેશનની કામગીરી પૂર્ણ થઇ ગઇ છે. તેમ જિલ્લા ચૂંટણી અધિકારી સૂજીત કુમારે કહ્યું હતું. બીજી તરફ જામનગર જિલ્લા કલેક્ટરે શ્રેષ્ઠ કામગીરી કરનાર BLOની કામગીરીને બિરદાવી હતી.
Site Admin | ડિસેમ્બર 11, 2025 10:02 એ એમ (AM)
રાજયમાં મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ હેઠળ ગણતરીના તબક્કાનો આજે છેલ્લો દિવસ, 27 જિલ્લામાં 100 ટકા કામગીરી પૂર્ણ