રાજયમાં છેલ્લા 24 કલાક દરમિયાન સાર્વત્રિક મેઘમહેર થઇ છે. રાજ્યના 198 તાલુકામાં વરસાદ પડ્યો છે. ખાસ કરીને મધ્ય ગુજરાતમાં શ્રીકાર વરસાદ નોંધાયો છે. જેમાં ખેડા જિલ્લાના નડિયાદમાં સૌથી વધુ સાડા 10 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. આ ઉપરાંત મહેમદાવાદમાં 9 ઈંચથી વધુ, માતરમાં 8 ઈંચથી વધુ, મહુધામાં 7 ઈંચથી વધુ, વસોમાં 6 ઈંચથી વધુ તેમજ કઠલાલમાં અને આણંદના ઉમરેઠ તાલુકામાં 5 ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે. દરમિયાન અમદાવાદના દસ્ક્રોઈ તાલુકામાં પણ 10 ઇંચ કરતા વધુ વરસાદ નોંધાયો છે. રાજ્યમાં મોસમનો કુલ સરેરાશ વરસાદ 61 ટકાથી વધુ નોંધાયો છે.
ભારે વરસાદને પગલે રાજ્યના 49 જળાશય હાઇએલર્ટ પર છે. જ્યારે 24 એલર્ટ અને 19 જળાશય વોર્નિંગ પર છે. પંચમહાલ જિલ્લાનો પાનમ બંધ 80 ટકા ભરાતા રુલ લેવલ જાળવવા 10 હજાર 861 ક્યૂસેક પાણી છોડાયુ છે. ત્યારે આસપાસના અસરગ્રસ્ત 10 ગામોને એલર્ટ કરાયા છે. પાટણની સરસ્વતી બંધમાં 500 ક્યુસેક જેટલી પાણીની આવક થઈ છે. દરમિયાન છે. મહેસાણાના ધરોઇ બંધમાં 83 ટકાથી વધુ પાણીનો જથ્થો ઉપલબ્ધ થયો છે. હાલમાં પાણીની આવક એક હજાર 446 ક્યુસેક નોંધાઇ છે.
Site Admin | જુલાઇ 28, 2025 4:05 પી એમ(PM)
રાજયમાં છેલ્લા 24 કલાક દરમિયાન સાર્વત્રિક મેઘમહેર
