રાજયમાં ગઇકાલે સવારે છ વાગ્યાથી આજે સવારે ચાર વાગ્યા સુધી પૂરા થતાં 22 કલાક દરમ્યાન, 225 તાલુકામાં વરસાદનાં અહેવાલ છે.સાબરકાંઠાના વડાલી અને ખેડબ્રહ્મામાં સૌથી વધુ 7 ઈંચથી વધુ વરસાદ નોધાયો હતો. જ્યારે મહેસાણાના સતલાસણા અને સુરતના ઉમરપાડામાં 3 ઇચથી વધુ અને સાબરકાંઠાના ઇડર અને આણંદમાં 2 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. આ સાથે રાજ્યમાં અત્યાર સુધીનો મોસમનો કુલ સરેરાશ 77 ટકા જેટલો વરસાદ થયો છે.રાજ્યની જીવાદોરી સમાન નર્મદા સરોવર બંધમાં હાલ 81 ટકા જેટલો જળ સંગ્રહ થયો જ્યારે રાજ્યમાં 76 બંધ હાઇ અલર્ટ અને 33 બંધ અલર્ટ પર છે. દરમિયાન વરસાદનાં કારણે ફસાયેલાં 5 હજાર 191 લોકોનું સ્થળાંતર કરાયું અને 926 લોકોને બચાવાયાં છે. બીજી તરફ રાજ્યના કુલ 228 માર્ગ વાહન વ્યવહાર માટે બંધ કરાયા છે.પાટણમાં શહેરમાં દિવસભર વાતાવરણ વાદળછાયું રહ્યા બાદ સાંજે હળવો વરસાદ શરૂ થયો હતો. જિલ્લાના જુદા જુદા તાલુકામાં હળવા ઝાપટા નોંધાયા હતા. રાત્રે દસ વાગ્યા બાદ ભારે વરસાદને કારણે પાટણનું રેલવે ગરનાળું પાણીથી ભરાઈ જતા વાહન વ્યવહાર થંભી ગયો હતો.અરવલ્લી જિલ્લાના તમામ તાલુકાઓમાં વરસાદ વરસ્યો હતો. સૌથી વધારે ધનસુરામાં 35 મીલીમીટર અને મોડાસા, મેઘરજ અને માલપુર સહિતના વિસ્તારોમાં પણ છૂટો છવાયો વરસાદ વરસ્યો હતો.
Site Admin | ઓગસ્ટ 23, 2025 9:56 એ એમ (AM)
રાજયમાં છેલ્લા 22 કલાક દરમ્યાન, 225 તાલુકામાં વરસાદ સાથે મોસમનો કુલ સરેરાશ 77 ટકા જેટલો વરસાદ વરસ્યો