ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

જુલાઇ 16, 2024 7:48 પી એમ(PM) | અકસ્માત

printer

રાજયમાં આજે થયેલા અકસ્માતના અલગ અલગ બનાવોમાં ઓછામાં ઓછા પાંચ મોત નિપજ્યાં

રાજયમાં આજે થયેલા અકસ્માતના અલગ અલગ બનાવોમાં ઓછામાં ઓછા પાંચ મોત નિપજ્યાં છે.
વલસાડના પારડીના નવેરી ગામે માર્ગ અકસ્માતમાં ત્રણ વ્યક્તિઓના મોત નીપજયા હતા. વલસાડથી અમારા પ્રતિનિધિ નવીન પટેલ જણાવે છે કે , પારડી તાલુકાના નેવરી ગામે નાનાપોન્ડા પારડી રોડ ઉપર આજે બપોરે થયેલા અકસ્માતમાં નેવરી ગામની બે મહિલાઓ અને કપરાડા તાલુકાનો એક યુવાનના મોત થયા હતા અને રિક્ષા ચાલકને ગંભીર ઈજા થતાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો.
મહિસાગરના લુણાવાડા અમદાવાદ હાઇવે પર અકસ્માત સર્જાતા એક યુવાનનું મોત થયું હતું. ઉપરાંત છોટા ઉદેપુરના ડુંગરવાંટ ઉચાપાન રોડ પર રેતી ભરેલા ટ્રક અને મોટરસાઇકલ વચ્ચે અકસ્માત સર્જાતા એક યુવાનનું મોત થયુ હતું.
અરવલ્લીથી અમારા પ્રતિનિધિ અંકિત ચૌહાણ જણાવે છે કે , શામળાજીના ખોડંબા પાસે બસ અને કારવચ્ચે થયેલા અકસ્માતમા કારમાં સવાર ત્રણ પોલીસ કોન્સ્ટેબલ સહિત પાંચને ઇજા થઈ હતી.