જાન્યુઆરી 1, 2026 8:46 એ એમ (AM)

printer

રાજયમાં અનેક વિસ્તારોમાં અમી છાંટણા વચ્ચે નવા વર્ષના ઉત્સાહ ઉમંગ અને આનંદ સાથે વધામણા, મોડીરાત સુધી પોલીસનું કડક ચેકિંગ

અમદાવાદમાં અમીછાંટણા વચ્ચે વર્ષ 2026નું સ્વાગત અને 2025ની વિદાઇ થઈ, નવા વર્ષની ઉજવણીમાં ખલેલ ન પહોંચે તે માટે ,પોલીસે સઘન ચેકિંગ હાથ ધર્યું હતું.ગાંધીનગર જિલ્લા પોલીસ વડા રવિતેજા વાસમ શેટ્ટીએ જણાવ્યું કે, શહેરના 52 નાકા પોઇન્ટ પર પોલીસ દ્વારા ચેકિંગ કરાયું હતું. 10 જેટલા પાર્ટી પ્લોટ અને હોટલને મંજૂરી આપવામાં આવી. સાથે જ પોલીસના 50 અધિકારી સાથે 300 પોલીસ કર્મચારીઓ નશીલા પદાર્થોના સેવન કરીને ડ્રાઇવ કરનાર તત્વોને પકડવા ખડેપગે હતા.અરવલ્લી જિલ્લા પોલીસ દ્વારા આંતરરાજ્ય સીમા પર પોલીસ દ્વારા સઘન ચેકિંગ કરવામાં આવ્યું. અરવલ્લી જિલ્લા નાયબ પોલીસ અધિક્ષક જે.ડી. વાઘેલાએ આ અંગે વધુ માહિતી આપી હતી.કેન્દ્રશાસિત પ્રદેશ દીવ પ્રશાસન દ્વારા નાગવા બીચ પર આયોજીત કાર્યક્રમમા મોટી સંખ્યામા પ્રવાસીઓ અને સ્થાનિકો જોડાયા હતા.જામનગરમાં શહેરના અનેક પાર્ટી પ્લોટ અને રિસોર્ટસ તેમજ કોમર્શિયલ કોમ્પ્લેક્સમાં રામધુન, હનુમાન ચાલીસા તેમજ ભજન દ્વારા ભક્તિભાવ સાથે, તો અમુક જગ્યાએ ડીજેના તાલ પર યુવાનો દ્વારા ઉજવણી કરવામાં આવી હતી.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.