રાજયપાલ આચાર્ય દેવવ્રતે આણંદ જીલ્લાના પલોલ ગામની પ્રાથમિક શાળાના સામાન્ય ઓરડામાં રાત્રીવિશ્રામ કર્યો હતો. સાદગીપૂર્ણ રાત્રી વિશ્રામ દરમ્યાન રાજયપાલે ગ્રામ્ય સંસ્કૃતિ અને ગ્રામજીવનને નજીકથી માણવાનો પ્રયત્ન કર્યો હતો.
રાજયપાલે સવારે વહેલા ઉઠીને શાળાના ઓરડામાં યોગ, પ્રાણાયામ સાથે તેમના દિવસની શરૂઆત કરી હતી. ત્યારબાદ શાળામાં વિદ્યાર્થીઓ સાથે વાર્તાલાપ કર્યો હતો. રાજયપાલે વિદ્યાર્થીઓને વધુ અભ્યાસ કરીને આગળ વધવા માટે પ્રેરણા આપી હતી. તેમજ વ્યક્તિત્વ વિકાસ કરી સમાજ, રાજય અને દેશના વિકાસમાં યોગદાન આપવા પ્રેરણા આપી હતી.
Site Admin | ડિસેમ્બર 15, 2025 3:04 પી એમ(PM)
રાજયપાલ આચાર્ય દેવવ્રતે આણંદ જીલ્લાના પલોલ ગામની પ્રાથમિક શાળાના સામાન્ય ઓરડામાં રાત્રીવિશ્રામ કર્યો