ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

ઓક્ટોબર 23, 2025 6:55 પી એમ(PM)

printer

રાજયની 108 ઇમરજન્સી મેડિકલ સર્વિસે નવા વર્ષના દિવસે ૫ હજાર ૮૭૪ કટોકટીના કેસોને સફળતાપૂર્વક સંભાળ્યા.

રાજયની 108 ઇમરજન્સી મેડિકલ સર્વિસે નવા વર્ષના દિવસે કુલ ૫ હજાર ૮૭૪ કટોકટીના કેસોને સફળતાપૂર્વક સંભાળ્યા હતા. જે સામાન્ય દિવસોની સરખામણીમાં ૨૧.૭૪% વધારે હતા. સમગ્ર ગુજરાતમાં નવા વર્ષની કામગીરીને સરળ અને કાર્યક્ષમ બનાવવા માટે 108 ઇમરજન્સી સેવાએ દિવાળીના તહેવારો 1400 એમ્બ્લુન્સ, 2 બોટ અને 1 એર એમ્બ્યુલન્સ સતત કાર્યરત છે.
ઇમરજન્સીના કેસોમાં નોંધપાત્ર વધારો થયો હોવા છતાં, ૧૦૮ની ટીમે કામગીરીનું સંચાલન સરળ રીતે કર્યું, જે અગાઉથી ઝીણવટભર્યા આયોજન અને સુધારેલા ક્ષેત્ર સંકલનને આભારી છે.